આજે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સવારે 11 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી.
આજે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સવારે 11 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી.
Published on: 23rd March, 2026

હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં ગરમી વધશે, 2-3 ડિગ્રીનો વધારો થશે. વરસાદની શક્યતા ઓછી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ધૂંધળું વાતાવરણ રહેશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. નાઉકાસ્ટ મુજબ, આગામી ત્રણ કલાકમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે. બંગાળની ખાડીથી આવતા પવનો અને પશ્ચિમી વિક્ષેપથી વાતાવરણમાં ફેરફાર થયો. અમદાવાદ, કેશોદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું.