પાટણમાં ભારે પવન અને વરસાદી ઝાપટું: ધૂળની ડમરીઓથી વિઝિબિલિટી ઘટી, વીજ પુરવઠો ખોરવાયો, વાતવરણમાં ઠંડક.
પાટણમાં ભારે પવન અને વરસાદી ઝાપટું: ધૂળની ડમરીઓથી વિઝિબિલિટી ઘટી, વીજ પુરવઠો ખોરવાયો, વાતવરણમાં ઠંડક.
Published on: 19th March, 2026

પાટણ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા, ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે વરસાદી ઝાપટું પડ્યું. હવામાન વિભાગની આગાહી મુજબ, અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે પાટણ, સિદ્ધપુર અને ચાણસ્મામાં વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો. ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી પડી અને અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. માવઠાને લીધે ખેતી પાકો પર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.