ચારૂસેટના વિદ્યાર્થીઓએ Liberal Arts વર્કશોપમાં 30 હજારથી વધુ મોડેલ્સ બનાવ્યા.
ચારૂસેટના વિદ્યાર્થીઓએ Liberal Arts વર્કશોપમાં 30 હજારથી વધુ મોડેલ્સ બનાવ્યા.
Published on: 19th March, 2026

ચારૂસેટ યુનિવર્સિટીમાં 12મા વર્ષે Liberal Arts વર્કશોપમાં B.Tech, B.B.A., અને B.C.A.ના 2322 વિદ્યાર્થીઓએ પેઇન્ટિંગ, ફોટોગ્રાફી જેવા વિષયોમાં 30,000થી વધુ મોડેલ્સ બનાવ્યા. આ વર્કશોપનો હેતુ વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાનની સાથે કલા-સંસ્કારમાં નિપુણ કરવાનો છે. જેમાં NEP-2020 પહેલાં ચારૂસેટે Liberal Artsને ક્રેડિટ કોર્સ તરીકે દાખલ કર્યો. આ વર્કશોપમાં 59 તજજ્ઞો અને 12 કોર્સ કોર્ડિનેટર્સે માર્ગદર્શન આપ્યું હતું.