ચૈત્રના પ્રથમ નોરતે વાતાવરણમાં પલટો: હિંમતનગરમાં ધૂળની ડમરીઓથી ખેડૂતો ચિંતિત.
ચૈત્રના પ્રથમ નોરતે વાતાવરણમાં પલટો: હિંમતનગરમાં ધૂળની ડમરીઓથી ખેડૂતો ચિંતિત.
Published on: 19th March, 2026

સાબરકાંઠામાં ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે ભારે પવનથી હિંમતનગર સહિત પંથકમાં ધૂળની ડમરીઓ ઉડી. વાતાવરણ ધૂંધળું થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે ઘઉંની કાપણીની સીઝન ચાલી રહી છે. કાપણીના કામમાં અવરોધ આવ્યો છે. માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલા અનાજને ધૂળ અને સંભવિત માવઠાથી બચાવવા ખેડૂતોમાં દોડધામ મચી, વરસાદથી નુકસાનની ભીતિ છે.