સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં વરસાદની એન્ટ્રી
સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં વરસાદની એન્ટ્રી
Published on: 13th September, 2026

સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં વહેલી સવારથી હવામાન પલટાયું અને વરસાદી માહોલ જામ્યો. જસદણ શહેર તેમજ આટકોટ, જંગવડ, પાંચવડા, જીવાપર, સાણથલી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં વરસ્યા. આ વરસાદથી કપાસ અને મગફળીના સુકાતા પાકને નવજીવન મળ્યું, જેનાથી ખેડૂતોમાં ભારે આનંદ અને રાહતની લાગણી છવાઈ ગઈ. જોકે, જમીનમાં ઊંડો ભેજ ઉતરે તે માટે હજુ પણ સાર્વત્રિક વરસાદની ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.