સુરતના હઝીરાના મોરા ગામમાં મીની વાવાઝોડાથી ઝાડ નીચે દબાઈ યુવકનું કરુણ મોત.
સુરતના હઝીરાના મોરા ગામમાં મીની વાવાઝોડાથી ઝાડ નીચે દબાઈ યુવકનું કરુણ મોત.
Published on: 22nd March, 2026

સુરતના હઝીરાના પંથકના મોરા ગામમાં મીની વાવાઝોડાથી યુવકનું કરુણ મોત નીપજ્યું. ભારે પવનથી બચવા યુવક ઝાડ નીચે ઉભો હતો, પરંતુ ઝાડ ધરાશાયી થતા દબાઈ ગયો. ત્રણ દિવસ બાદ લાશ મળતા ઘટનાની જાણ થઈ. પોલીસે PM માટે લાશ ખસેડી. પરિવાર પર આભ તૂટી પડ્યું.