ધોળકામાં સીકોતર માતાજી મંદિર પાસેની ગટર ચેમ્બર રાહદારીઓ માટે જોખમી છે.
ધોળકામાં સીકોતર માતાજી મંદિર પાસેની ગટર ચેમ્બર રાહદારીઓ માટે જોખમી છે.
Published on: 09th August, 2025

ધોળકાના મફલીપુર જવાના રસ્તા પર સીકોતર માતાજીના મંદિર પાસે આવેલી ગટર ચેમ્બર ખુલ્લી છે, જેને બે પથ્થરોથી ઢાંકવામાં આવી છે. પથ્થરો વચ્ચે ગેપ હોવાથી બાળકો પડી જવાની શક્યતા છે. સામે જ પ્રાથમિક શાળા અને આરોગ્ય વિભાગનું સબ સેન્ટર હોવાથી બાળકો રમતા રમતા ત્યાં આવી શકે છે. મંદિરની વાડીમાં પણ કાર્યક્રમો થતા હોવાથી ચેમ્બરનું રીનોવેશન કરાવી ઢાંકણ ફીટ કરાવવું જરૂરી છે. This is VERY risky.