<> પાવાગઢમાં અનોખી મેરેથોન: ભરૂચ રનિંગ ક્લબે કચરો સાફ કર્યો, પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો.
<> પાવાગઢમાં અનોખી મેરેથોન: ભરૂચ રનિંગ ક્લબે કચરો સાફ કર્યો, પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો.
Published on: 27th July, 2025

પાવાગઢમાં ARG ગ્રૂપે મેરેથોનનું આયોજન કર્યું જેમાં ભરૂચ રનિંગ ક્લબના દોડવીરોએ ચાંપાનેર ગેટથી મંદિર સુધી દોડી પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો. ARG ગ્રૂપના સ્વયંસેવકોએ મદદ કરી અને 4-5 ટ્રેક્ટર ભરાય એટલો કચરો દૂર કરાયો. પર્યાવરણ બચાવોનો સંદેશ અપાયો, DSP હિમાંશુ સોલંકીએ દોડવીરોને એવોર્ડ આપ્યા અને અરુણ રાજે આભારવિધિ કરી. સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ.