રામપરા શાળામાં બહેનોની તાલુકા કક્ષાની એથ્લેટિક સ્પર્ધા: ૨૫ શાળાઓના ૩૫૦ ખેલાડીઓએ ઉત્સાહથી ભાગ લીધો.
રામપરા શાળામાં બહેનોની તાલુકા કક્ષાની એથ્લેટિક સ્પર્ધા: ૨૫ શાળાઓના ૩૫૦ ખેલાડીઓએ ઉત્સાહથી ભાગ લીધો.
Published on: 05th August, 2025

ગીર સોમનાથ જિલ્લામાં રામપરા પ્રાથમિક શાળા ખાતે S.G.F.I 2025-26 અંતર્ગત બહેનોની તાલુકા કક્ષાની એથ્લેટિક સ્પર્ધા યોજાઈ. 25 શાળાઓના 350 ખેલાડીઓએ ભાગ લીધો. રામપરાના બાળકોને એથ્લેટિક્સની રમતો વિશે સમજ અપાઈ. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો અને અન્ય લોકોએ જહેમત ઉઠાવી. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના મહાનુભાવો હાજર રહ્યા.