સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી.
સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી.
Published on: 03rd April, 2026

સુરેન્દ્રનગરમાં હનુમાન દાદાની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ. વિઠલપ્રેસ રોડ પર બળીયા હનુમાનજી મંદિરે વિશેષ કાર્યક્રમો થયા. DJ સાઉન્ડ અને નાશિક ઢોલ સાથે ભવ્ય આરતી થઈ, ભક્તો ઉમટ્યા. રાજાભાઈ સર્વોદય શોરૂમવાળા દ્વારા કેક કાપી ધજા ચડાવાઈ, ગાંઠીયા-સેવબુંદીનો પ્રસાદ વહેંચાયો. ઉમેશભાઈ જીવણી સહિત અનેક લોકો જોડાયા. પરી એનિમેશનવાળા પરેશભાઈ અને હિતેશભાઈએ સહયોગ આપ્યો. દાદાની કૃપાથી આવા કાર્યક્રમો થતા રહે તેવી પ્રાર્થના કરાઈ.