વ્યસનમુક્તિ માટે વડાળ ગામનો મોટો નિર્ણય, દારૂ પીતા પકડાશો તો થશે રૂ. 5100નો દંડ.
વ્યસનમુક્તિ માટે વડાળ ગામનો મોટો નિર્ણય, દારૂ પીતા પકડાશો તો થશે રૂ. 5100નો દંડ.
Published on: 16th March, 2026

ભાવનગરના પાલીતાણાના વડાળ ગામે વ્યસનમુક્તિ માટે મોટો નિર્ણય લેવાયો. લગ્ન પ્રસંગે દારૂ લાવનારનો બહિષ્કાર અને દારૂ પીતા ઝડપાનારને રૂ. 5100નો દંડ થશે. દારૂનું દૂષણ વધતા સરપંચ દ્વારા બેઠક બોલાવાઈ અને કમિટી બનાવાઈ. આ નિર્ણયને ગ્રામજનોએ આવકાર્યો છે.