વલસાડમાં મીરલ ગ્રુપ દ્વારા ઇફતારીનું આયોજન, ઇસ્ટ યાર્ડમાં કોમી એકતાનો સંદેશ આપવામાં આવ્યો.
વલસાડમાં મીરલ ગ્રુપ દ્વારા ઇફતારીનું આયોજન, ઇસ્ટ યાર્ડમાં કોમી એકતાનો સંદેશ આપવામાં આવ્યો.
Published on: 16th March, 2026

વલસાડના ઇસ્ટ યાર્ડમાં મીરલ ગ્રુપે રમઝાન માસ નિમિત્તે ઇફતારીનું આયોજન કર્યું, જેમાં અનેક લોકો જોડાયા. મગરીબની અઝાન પહેલાં દુઆ કરાઈ અને સાથે રોઝા ખોલ્યા. ફ્રૂટ્સ અને શરબત પીરસાયા. મીરલ ગ્રુપ દર વર્ષે તહેવારો દ્વારા કોમી એકતાનો સંદેશ આપે છે. સ્થાનિક લોકોએ આ પહેલને બિરદાવી.