વિચારોના વૃંદાવનમાં: નિખાલસતા એટલે બે જણ વચ્ચે પાંગરેલી મૈત્રીનું કવચ.
વિચારોના વૃંદાવનમાં: નિખાલસતા એટલે બે જણ વચ્ચે પાંગરેલી મૈત્રીનું કવચ.
Published on: 03rd August, 2025

જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવતા જ બધું બદલાય છે, મિજાજ પણ બદલાય છે. સંવેદનશીલતા સતત પીંજાયા કરે છે. જ્યારે પ્રતિક્ષા વધી જાય ત્યારે સ્મરણ ઔષધ બની રહે છે. ઝંખનાથી બે જીવ જોડાય છે, એ સેતુ સુગંધમય હોય છે. પ્રેમનું ઝરણું વહેતું થાય છે. માણસની મૂળ ઝંખના પ્રેમ પામવાની હોય છે. તેથી જ્યાં સુધી એ અધૂરી રહે ત્યાં સુધી નિરામય બની જ ન શકે. નિખાલસતા એટલે બે જણ વચ્ચે પાંગરેલી મૈત્રીનું કવચ. LOVE is valuable.