બાઈક પર મ્યુઝિક સાથે રોજ 100થી વધુ શ્વાનો-ગાયોની સેવા
બાઈક પર મ્યુઝિક સાથે રોજ 100થી વધુ શ્વાનો-ગાયોની સેવા
Published on: 20th April, 2026

ભુજના જીગ્નેશભાઈ પીઠડીયા છેલ્લા અઢી વર્ષથી દરરોજ રાત્રે ૨૮ કિલોમીટરનો પ્રવાસ ખેડી જીવદયાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. પિતા અને પાલતુ શ્વાનના અવસાન બાદ સેવાકાર્યમાં જોડાયેલા જીગ્નેશભાઈ મ્યુઝિક સિસ્ટમવાળા બાઇક પર નીકળી ૧૨૦થી વધુ શ્વાન અને ૬૦ ગાયોને સ્વખર્ચે ભોજન કરાવે છે. ખાનગી નોકરીના થાક છતાં સામાજિક પ્રસંગો ત્યજીને તેઓ મધરાત સુધી અવિરત સેવા આપે છે. મૂંગા પશુઓની આંખોમાં મળતો સંતોષ જ તેમના માટે જીવનની સાચી મૂડી અને પ્રેરણા સ્ત્રોત બન્યો છે.