દ્વારકા નવરાત્રી ન્યૂઝ: રઘુવંશી સમાજની 'ઓપરેશન સિંદૂર' થીમ આધારિત ઉજવણી, તિરંગા રાસથી દેશભક્તિનું અનોખું પ્રદર્શન.
દ્વારકા નવરાત્રી ન્યૂઝ: રઘુવંશી સમાજની 'ઓપરેશન સિંદૂર' થીમ આધારિત ઉજવણી, તિરંગા રાસથી દેશભક્તિનું અનોખું પ્રદર્શન.
Published on: 27th September, 2025

દ્વારકામાં રઘુવંશી સમાજે 'ઓપરેશન સિંદૂર' થીમ પર નવરાત્રીની ઉજવણી કરી. જેમાં રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે રાસ રમી સેનાના પરાક્રમને સલામ કરી. આ કાર્યક્રમ 'ઓપરેશન સિંદૂર'માં ભાગ લેનાર સુરક્ષા દળોના શૌર્ય અને બલિદાન પ્રત્યે સમાજનું સમર્થન દર્શાવે છે. રાષ્ટ્રપ્રેમની ધૂન સાથે લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમનો હેતુ યુવાનોમાં દેશભક્તિની ભાવનાને મજબૂત કરવાનો છે.