ચોથા નોરતે શક્તિ નગર 2 માં બાળકોએ ગરબે ધૂમ મચાવી.
ચોથા નોરતે શક્તિ નગર 2 માં બાળકોએ ગરબે ધૂમ મચાવી.
Published on: 27th September, 2025

ભુજના શક્તિ નગર 2 માં ચોથા નોરતે દીકરીઓએ રાજસ્થાની ગરબો રજૂ કર્યો. 3-18 વર્ષના બાળકો માટે ગરબા હરીફાઈમાં પારંપરિક વેશમાં ભાગ લેનારને ઈનામ અપાયા. દરેક સ્પર્ધકને આશ્વાસન ઈનામ અને બટુક કુમારિકાને લાણી વિતરણ કરાઈ. ત્યારબાદ દાંડિયારાસનો જનરલ રાઉન્ડ યોજાયો, જેમાં સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા.