રાપર નગરપાલિકા પ્રમુખે જન્મદિવસની અનોખી ઉજવણી કરી: સગર્ભા માતાઓ, દર્દીઓ અને મંદબુદ્ધિજનોને ફળ-નાસ્તો વિતરણ કર્યું.
રાપર નગરપાલિકા પ્રમુખે જન્મદિવસની અનોખી ઉજવણી કરી: સગર્ભા માતાઓ, દર્દીઓ અને મંદબુદ્ધિજનોને ફળ-નાસ્તો વિતરણ કર્યું.
Published on: 27th September, 2025

રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડેએ જન્મદિવસની ઉજવણી ભવ્યતા ટાળી સમાજ સેવા કરી. તેમણે સગર્ભા માતાઓ અને ઇનડોર દાખલ દર્દીઓને ફળ તથા ગ્લુકોઝનું વિતરણ કર્યું, જેનો ઉદ્દેશ્ય પોષણ આપવાનો હતો. ગ્રામ્ય સેવા સંગઠનમાં મંદબુદ્ધિજનોને નાસ્તો કરાવવામાં આવ્યો. કેશવ આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ સાથે પણ જન્મદિવસની ઉજવણી કરી. આ પ્રસંગે ડો. રાજ ડોબરીયા અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.