ઝાલાવાડમાં જળજીલણી અગિયારશની ભક્તિભાવથી ઉજવણી: ઠાકોરજીની પાલખી યાત્રા યોજાઈ.
ઝાલાવાડમાં જળજીલણી અગિયારશની ભક્તિભાવથી ઉજવણી: ઠાકોરજીની પાલખી યાત્રા યોજાઈ.
Published on: 04th September, 2025

સુરેન્દ્રનગરમાં ભાદરવા સુદ અગિયારસ એટલે કે પરિવર્તની એકાદશીની ઉજવણી થઇ. શાસ્ત્રો મુજબ આ દિવસે વિષ્ણુ ભગવાન પડખું ફેરવતા હોવાથી તેમને જળમાં સ્નાન કરાવવાનું મહત્વ છે. સુરેન્દ્રનગર, વઢવાણ અને લખતર સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જળજીલણી અગિયારસની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં ભગવાન ઠાકોરજીની પાલખી યાત્રા યોજાઈ.