અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ પાસે 10 દિવસથી ભૂવાના કારણે વાહનચાલકોને તકલીફ.
અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ પાસે 10 દિવસથી ભૂવાના કારણે વાહનચાલકોને તકલીફ.
Published on: 07th August, 2025

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પાસે સિદ્ધિ વિનાયક મંદિર નજીક છેલ્લા 10 દિવસથી રોડ રિપેરિંગ ચાલી રહ્યું છે. જેના લીધે રસ્તો બંધ છે અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ST અને Private બસોની અવરજવરથી ટ્રાફિકજામ થાય છે. સ્થાનિકોની ફરિયાદ છે કે વરસાદ બંધ હોવા છતાં કામગીરીમાં વિલંબ થાય છે, જે જલ્દી પૂર્ણ થવી જોઈએ.