વડોદરામાં રૂ. 25 લાખનું પંચાયત ઘર તૈયા
વડોદરામાં રૂ. 25 લાખનું પંચાયત ઘર તૈયા
Published on: 04th June, 2026

શિનોર તાલુકાના અવાખલ ગામમાં 25 લાખના ખર્ચે બનેલું પંચાયત ઘર અને તલાટી કમ મંત્રી આવાસ આઠ મહિનાથી તૈયાર હોવા છતાં હજુ સુધી લોકાર્પણ થયું નથી. ટીંબરવા ગામમાં પણ સાથે જ કામ મંજૂર થયું હતું અને તેનું લોકાર્પણ ચાર મહિના પહેલાં થઈ ગયું છે. ગામલોકોનું કહેવું છે કે વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ પાસે લોકાર્પણ માટે સમય નથી. તેથી, તેઓ તાત્કાલિક આ વિકાસકાર્યનું લોકાર્પણ થાય તેવી માંગ કરી રહ્યા છે.