સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ટિકિટ નિયમોથી અનેકના અરમાનો અધૂરા રહેશે.
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ટિકિટ નિયમોથી અનેકના અરમાનો અધૂરા રહેશે.
Published on: 04th April, 2026

સુરેન્દ્રનગર મનપા-પાલિકાની ચૂંટણીમાં અનેક દાવેદારો ત્રણ ટર્મથી લડ્યા છે. SOP જાહેર થતા નવા ચહેરાને તક મળશે. નગરપાલિકામાં રોટેશન ઓછું હોવાથી એક જ ઉમેદવાર લડે છે, ઘણા નેતાઓએ ત્રણ ટર્મ લડવા છતાં ટિકિટ માંગી. ભાજપે ત્રણ ટર્મથી લડનારા અને 60 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુક્યો છે. હોદ્દેદારોને ટિકિટ મળે તો રાજીનામું આપવું પડશે. સહકારી બેંક, APMC, ડેરીમાં હોદ્દેદારો પણ ચૂંટણી નહીં લડી શકે. આથી ઘણા નવા લોકોને તક મળશે.