મોડાસાના વિરપુરના ખટારીયા ગામે ડુંગરમાં આગ, દોડધામ.
મોડાસાના વિરપુરના ખટારીયા ગામે ડુંગરમાં આગ, દોડધામ.
Published on: 04th April, 2026

વીરપુર તાલુકાના ખટારીયા ગામના ડુંગર વિસ્તારમાં આગ લાગતા હાહાકાર મચી ગયો. આગ એટલી વિકરાળ હતી કે વનરાજી બળીને ખાખ થઈ ગઈ. ફાયર ફાઈટરને પહોંચવામાં બે કલાક લાગતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. લુણાવાડા અને બાલાસિનોરથી ફાયર ફાઈટર બોલાવવી પડી. સ્થાનિકો ફાયર બ્રિગેડની સુવિધાની માંગ કરી રહ્યા છે. વહીવટી તંત્રએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આગ લાગવાનું કારણ અજ્ઞાત છે.