જાંબુઘોડા અભયારણ્યના વન કર્મચારીઓએ સુરક્ષા
જાંબુઘોડા અભયારણ્યના વન કર્મચારીઓએ સુરક્ષા
Published on: 08th October, 2026

વડોદરા વર્તુળ હેઠળ આવતા જાંબુઘોડા અભયારણ્ય, શિવરાજપુર અને કંજેટા રેંજના આશરે 29 વન કર્મચારીઓએ તેમની વિવિધ પડતર માંગણીઓના સત્વરે ઉકેલ માટે વડોદરા વન્ય પ્રાણી વિભાગની કચેરી ખાતે DFO મહેન્દ્રસિંહ રાઠવાને આવેદનપત્ર સુપરત કર્યું. કર્મચારીઓએ ફરજ દરમિયાન સુરક્ષા અને સિક્યુરિટી એલાઉન્સ, રજાના દિવસે ફરજ બજાવવા બદલ પૂરતી રજા અને વળતર, પોલીસ વિભાગના ધોરણ મુજબ લાભો, બંધ કરાયેલી વનપાલની જગ્યાઓ પુનઃ શરૂ કરવા અને ભરતી કરવા, તેમજ બદલીના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ કરી છે. આંદોલન કાર્યક્રમમાં જિલ્લા યુનિટના તમામ સ્ટાફ જોડાશે.