7 નવેમ્બરે ‘વંદે માતરમ@150’ની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રીની હાજરીમાં વિધાનસભા ખાતે સમૂહગાન અને દેશવ્યાપી કાર્યક્રમો યોજાશે.
7 નવેમ્બરે ‘વંદે માતરમ@150’ની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રીની હાજરીમાં વિધાનસભા ખાતે સમૂહગાન અને દેશવ્યાપી કાર્યક્રમો યોજાશે.
Published on: 05th November, 2025

ગુજરાતમાં 7 નવેમ્બરે ‘વંદે માતરમ’ના 150 વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્યવ્યાપી સમૂહગાનનું આયોજન કરાયું છે. શાળાઓ, કોલેજો, કચેરીઓમાં સવારે 10 વાગ્યે ફરજિયાત ગાન થશે, ગાંધીનગર વિધાનસભામાં મુખ્ય કાર્યક્રમ થશે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. દરેક જિલ્લામાં પ્રભારી મંત્રીઓની હાજરીમાં સમૂહગાન યોજાશે. આ કાર્યક્રમનો હેતુ યુવા પેઢીને રાષ્ટ્રગીતની મહત્વતાથી પરિચિત કરવાનો છે. રાજ્યભરની સંસ્થાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને તિરંગા સલામી પણ યોજાશે.