ચોમાસા પહેલા કામગીરી ઝડપી બનાવવા ધારાસભ્યની સૂચના.
ચોમાસા પહેલા કામગીરી ઝડપી બનાવવા ધારાસભ્યની સૂચના.
Published on: 22nd May, 2026

નસવાડીના ધારાસભ્ય અભેસિંહ તડવીએ સેવા સદનની મુલાકાત લીધી. નવા શૈક્ષણિક સત્ર અને ચોમાસાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી, વાલી અને ખેડૂતોને સરકારી સેવા સમયસર મળે તે માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી. અરજદારોની ભીડ અને સ્ટાફ્ની અછતને કારણે કામગીરીમાં વિલંબ થતો હોવાનું ધ્યાને આવતાં, ધારાસભ્યએ ઉચ્ચકક્ષાએ વધારાના સ્ટાફ્ની રજૂઆત કરવાની ખાતરી આપી. ગ્રામ્ય વિસ્તારની અરજીઓનો સમયસર નિકાલ કરવા પર ભાર મૂકાયો.