મોદી 12મી વખત PM તરીકે તિરંગો ફરકાવશે.
મોદી 12મી વખત PM તરીકે તિરંગો ફરકાવશે.
Published on: 14th August, 2025

15 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પર 12મી વખત તિરંગો ફરકાવશે. આ વખતે થીમ 'નવું ભારત' છે. રાષ્ટ્રગીત વગાડતા બેન્ડમાં પહેલીવાર અગ્નિવીર ભાગ લેશે. આમંત્રણ કાર્ડ પર OPERATION SINDHURનો લોગો અને ચેનાબ બ્રિજનો વોટરમાર્ક હશે, જે 'નવા ભારત'ના ઉદયને દર્શાવે છે. વિંગ કમાન્ડર એ.એસ. સેખોં ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ કરશે અને મેજર અર્જુન સિંહ પ્રધાનમંત્રી ગાર્ડમાં સેનાની ટુકડીનું નેતૃત્વ કરશે. 1721 ફિલ્ડ બેટરી દ્વારા 21 તોપોની સલામી અપાશે.