જૂનાગના ભવનાથમાં સાધુ તરીકે રહેતા આધેડની ચોરીની શંકાએ ત્રણ શખ્સોએ ક્રૂર હત્યા કરી.
જૂનાગના ભવનાથમાં સાધુ તરીકે રહેતા આધેડની ચોરીની શંકાએ ત્રણ શખ્સોએ ક્રૂર હત્યા કરી.
Published on: 15th July, 2026

જૂનાગઢમાં વાઘેશ્વરી મંદિર સામે ચોરીની શંકાએ એક આધેડની હત્યા કરવામાં આવી. મૂળ કુતિયાણાના ઈશ્વરીયા ગામના અને છેલ્લા ચાર વર્ષથી ભવનાથ વિસ્તારમાં સાધુ તરીકે રહેતા 50 વર્ષીય ભરતભાઇ જીવાભાઇ મકવાણાની ત્રણ શખ્સોએ લાકડી અને દોરી વડે મારમારી હત્યા કરી. આ ઘટનામાં આરોપી અતુલ રણમલ કડછાની પત્નીના મંગલસૂત્રની ચોરીનો આરોપ મૃતક ભરતભાઈ અને અશોક બગડા પર હતો. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.