બરેલીમાં હિંસા અચાનક નહોતી થઈ, આયોજન સાત દિવસ પહેલાં જ થયું હતું, 20 લોકોની અટકાયત.
બરેલીમાં હિંસા અચાનક નહોતી થઈ, આયોજન સાત દિવસ પહેલાં જ થયું હતું, 20 લોકોની અટકાયત.
Published on: 27th September, 2025

બરેલીમાં શુક્રવારે અચાનક હિંસા થઈ. શ્યામગંજ, નવલતી તિરાહા જેવા વિસ્તારોમાં પોલીસ અને ટોળાં વચ્ચે અથડામણ થઈ. પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટનાનું પ્લાનિંગ એક અઠવાડિયા પહેલાં જ થયું હતું. મૌલાના તૌકીર રઝા ખાને 19 સપ્ટેમ્બરે વિરોધની જાહેરાત કરી હતી, પરવાનગી ન મળી છતાં વાતાવરણ ગરમ હતું. પોલીસે 20 લોકોની અટકાયત કરી છે.