પોરબંદર મનપામાં બીજા માળે RO પ્લાન્ટ શરૂ
પોરબંદર મનપામાં બીજા માળે RO પ્લાન્ટ શરૂ
Published on: 29th September, 2026

પોરબંદર મનપા કચેરીના બીજા માળે પીવાના પાણીની સમસ્યા અંગે દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ આખરે તંત્ર દ્વારા આરો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. બીજા માળે લાંબા સમયથી આરો પ્લાન્ટ ઉપલબ્ધ હોવા છતાં ઇન્સ્ટોલેશન ન થતાં કર્મચારીઓ અને અરજદારોને પાણી પીવા માટે પહેલા માળે જવું પડતું હતું. ખાસ કરીને વયોવૃદ્ધ અરજદારો માટે આ સ્થિતિ મુશ્કેલીરૂપ બની હતી. હવે આરો પ્લાન્ટ કાર્યરત થતાં એક ગ્લાસ પાણી માટે દાદરા ઉતરવાની અને ચઢવાની હાલાકી દૂર થઈ છે.