કડાણાના ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ સાઇટની મુલાકાતમાં જિ. પં. પ્રમુખે કામની સમીક્ષા કરી
કડાણાના ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ સાઇટની મુલાકાતમાં જિ. પં. પ્રમુખે કામની સમીક્ષા કરી
Published on: 29th September, 2026

લુણાવાડાના કડાણા ડેમ પર રૂ. 489.16 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રાજ્યના પ્રથમ ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટની મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારે સ્થળની મુલાકાત લીધી. તેમણે કંપનીના અધિકારીઓ સાથે પ્રોજેક્ટની ટાઇમલાઇન, ટેક્નિકલ પાસાઓ અને પૂર્ણ થવાની સમયમર્યાદા અંગે ઝીણવટભરી સમીક્ષા કરી. આ વિશાળ પ્રોજેક્ટ દ્વારા સ્થાનિક યુવાનો અને શ્રમિકો માટે રોજગારીની નવી તકો ઊભી કરવા અંગે પણ ચર્ચા કરી. આ પ્લાન્ટ કડાણા ડેમના બેકવોટરમાં 300 હેક્ટર વિસ્તારમાં 2 લાખ સોલાર પેનલ્સ સાથે બનશે, જે પાણીના બાષ્પીભવનને પણ અટકાવશે.