55 હજાર આપો, દારૂની પરમિટ લો!
55 હજાર આપો, દારૂની પરમિટ લો!
Published on: 29th September, 2026

વિદેશી દારૂ પીવા માટેની હેલ્થ પરમિટમાં અધિકારીઓ અને એજન્ટોની મિલીભગતથી ચાલતું કૌભાંડ ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં ઉજાગર થયું છે. 55 હજાર રૂપિયામાં દારૂની પરમિટ મળી જાય છે, જેમાં બીમારી કે મેડિકલ રિપોર્ટની કોઈ જરૂર નથી. 2023 પછી અમદાવાદ નશાબંધી અધિક્ષક કચેરી દ્વારા રિન્યૂ કરાયેલી 35થી વધુ અરજીઓમાં અરજદારને બદલે એજન્ટ અને અન્ય માણસોની સહીઓ મળી આવી છે. એજન્ટોએ સ્પષ્ટ કબૂલાત કરી છે કે, કાયદેસર અને ગેરકાયદેસર બધું જ આ રકમમાં આવી જાય છે. દિવ્ય ભાસ્કરને મળેલા પુરાવા મની ટ્રેઈલ અને રૂપિયાની લેતી-દેતી પુરવાર કરે છે.