વડોદરાના ફતેગંજ મોલમાં સિનેમામાં ફરજ બજાવતા ૨૨ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત
વડોદરાના ફતેગંજ મોલમાં સિનેમામાં ફરજ બજાવતા ૨૨ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત
Published on: 29th September, 2026

ફતેગંજ સ્થિત ઇન્ફિનિટી સિનેમા સેવન સીઝ મોલમાં ટિકિટ બુકિંગનું કાર્ય કરતા ૨૨ વર્ષીય યુવક ચિરાગ ધીરજભાઇ સોલંકીનું નોકરી દરમિયાન છાતીમાં દુખાવો થતાં અચાનક ઢળી પડવાથી હાર્ટ એટેકથી નિધન થયું છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનના PSI એ.વાય. સંધિના જણાવ્યા અનુસાર, પ્રાથમિક રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોત થયાનું સ્પષ્ટ થયું છે. પરિવારના એકમાત્ર પુત્રના મૃત્યુથી શોક વ્યાપી ગયો હતો. પરિવારે વળતરની માગણી કરી હતી, જેના પર પોલીસે મધ્યસ્થી કરી કંપની દ્વારા વળતરની ખાતરી મળ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.