600થી વધુ વરિષ્ઠોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું સન્માન
600થી વધુ વરિષ્ઠોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું સન્માન
Published on: 29th September, 2026

પાદરા સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા આયોજિત વાર્ષિક સાધારણ સભામાં 600થી વધુ વરિષ્ઠ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સભાસદોનો જન્મોત્સવ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને 'બેસ્ટ MLA' એવૉર્ડ મળવા બદલ તેમનું શાલ ઓઢાડી સન્માન કરાયું. તેમણે પાદરાના વિકાસ કાર્યોની રૂપરેખા આપી અને નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો. ઉપરાંત, ધો.10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અપાયા.