છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં બેફામ ગેરકાયદેસર રેતી ખનનથી સ્થાનિકોમાં ભારે રોષ
છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં બેફામ ગેરકાયદેસર રેતી ખનનથી સ્થાનિકોમાં ભારે રોષ
Published on: 29th September, 2026

છોટાઉદેપુર જિલ્લામાં લોકમાતા ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનનનો વેપાર ચાલી રહ્યો છે. તંત્ર અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોતાં, માફિયાઓ દિવસ-રાત રેતી ચોરી કરી રહ્યા છે. આ ગેરકાયદે પ્રવૃત્તિના વીડિયો વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. સતત ખનનને કારણે નદીનું અસ્તિત્વ જોખમાયું છે, નદીના પટમાં માત્ર કાંકરા બાકી રહ્યા છે. પર્યાવરણને થતા નુકસાન છતાં ખાણ-ખનિજ વિભાગ અને વહીવટી તંત્ર મૌન સેવી રહ્યું છે. ફ્લાઇંગ સ્ક્વૉડના દરોડા છતાં માફિયાઓમાં ડર નથી. પ્રતિબંધિત બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થતાં રસ્તાઓ અને પુલોને નુકસાન થઈ રહ્યું છે.