અમરેલી ગજેરા કેમ્પસમાં ભવ્ય સાંસ્કૃતિક સ્પર્ધાનો પ્રારંભ
અમરેલી ગજેરા કેમ્પસમાં ભવ્ય સાંસ્કૃતિક સ્પર્ધાનો પ્રારંભ
Published on: 29th September, 2026

અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ–વિદ્યાસભા ખાતે સર્જનાત્મકતા, કલા અને સાંસ્કૃતિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા ભવ્ય સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ. KG થી જ્ઞાનશક્તિ વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં ભજન, સંગીત, દોહા-છંદ અને ગરબાની મનમોહક રજૂઆત કરી. સુલેખન સ્પર્ધા દ્વારા લેખનકૌશલ્યને પણ પ્રોત્સાહન મળ્યું. આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભાને બહાર લાવી તેમને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક આપવાનો છે, તેમ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ જણાવ્યું.