વાઘોડિયા તાલુકામાં દેવ સિંચાઈ કેનાલનું 25 વર્ષ બાદ નવીનીકરણ
વાઘોડિયા તાલુકામાં દેવ સિંચાઈ કેનાલનું 25 વર્ષ બાદ નવીનીકરણ
Published on: 29th September, 2026

ગુજરાત સરકાર દ્વારા વાઘોડિયા અને હાલોલ વિસ્તારમાં 30 કરોડના ખર્ચે 35 કિલોમીટર લાંબી દેવ સિંચાઈ કેનાલનું નવીનીકરણ પૂર્ણ થયું છે. 1984માં બનેલી આ કેનાલ વર્ષ 2001માં જર્જરિત હાલતમાં બંધ કરાઈ હતી. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની રજૂઆત બાદ 30 કરોડના ખર્ચે તેનું સમારકામ થયું. આ કેનાલના સમારકામથી હાલોલ અને વાઘોડિયાના અંદાજે 4000 હેક્ટર જમીનમાં ખેડૂતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકશે, જેથી કૃષિ પાકને નવું જીવન મળશે.