૭૨ સોસાયટીના રહીશોની મહા રેલી ટીપી-૧૩ વિસ્તારમાં વસતિ વિષયક ફેરફાર
૭૨ સોસાયટીના રહીશોની મહા રેલી ટીપી-૧૩ વિસ્તારમાં વસતિ વિષયક ફેરફાર
Published on: 29th September, 2026

વડોદરાના છાણી ટીપી-૧૩ વિસ્તારમાં વસતી વિષયક મોટા ફેરફારોના કારણે ૭૨ સોસાયટીઓના રહીશોએ કલેક્ટર કચેરીએ પહોંચી રેલી યોજી હતી. તેઓએ આ વિસ્તારને અશાંતધારામાં સમાવેશ કરવાની માંગ કરી છે. છેલ્લા ૨૫ વર્ષથી શાંતિપૂર્ણ રહેલા આ વિસ્તારમાં મિલકતોની ખરીદ-વેચાણ અને ભાડાપટ્ટામાં ફેરફારોને કારણે સ્થાનિક રહીશોમાં ભવિષ્યની સામાજિક શાંતિ, સુરક્ષા અને સુમેળ અંગે ચિંતાઓ વધી છે. તાજેતરમાં બનેલી અસામાજિક ઘટનાઓ, કોમી તણાવ, અને ધાર્મિક-સાંસ્કૃતિક ભાવનાઓને ઠેસ પહોંચાડતા બનાવો અંગે રહીશોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.