સુરતમાં વીજ પુરવઠો ખોરવાતાં ટ્રેન વ્યવહારને અસર; Jammu Tawi Express સહિત પાંચ ટ્રેનો મોડી પડી.
સુરતમાં વીજ પુરવઠો ખોરવાતાં ટ્રેન વ્યવહારને અસર; Jammu Tawi Express સહિત પાંચ ટ્રેનો મોડી પડી.
Published on: 03rd August, 2025

સુરતમાં ઓવરહેડ વાયરમાં ટ્રીપ થવાના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો. એક કલાક વીજ પુરવઠો બંધ રહેતા Jammu Tawi Express સહિત પાંચ ટ્રેનો 25 મિનિટથી 1 કલાક સુધી અટવાઈ. રેલવેના જણાવ્યા અનુસાર, અપ લાઇનના OHE પર ભીનું લાકડું પડ્યું હોવાથી ટ્રીપ થઈ હતી. સમારકામ બાદ ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થયો.