PM Kisan: કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર, 3 રાજ્યોના 27 લાખ ખેડૂતોને દિવાળી ગિફ્ટ.
PM Kisan: કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર, 3 રાજ્યોના 27 લાખ ખેડૂતોને દિવાળી ગિફ્ટ.
Published on: 26th September, 2025

કેન્દ્ર સરકારે PM Kisan યોજના હેઠળ 21મો હપ્તો ત્રણ રાજ્યોના 27 લાખ ખેડૂતો માટે વહેલો જાહેર કર્યો છે. આ કિસાન સન્માન નિધિ પૂર પ્રભાવિત ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશના ખેડૂતો માટે છે, જેમના ખાતામાં રૂ. 540 કરોડ જમા થયા છે. PM Kisan નિધિથી પૂરથી નુકસાન પામેલા ખેડૂતોને થોડી રાહત મળશે. કૃષિમંત્રીએ જણાવ્યું કે પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોના ખાતામાં PM ખેડૂત સન્માન નિધિનો હપ્તો ટ્રાન્સફર થયો છે. આ રકમ ખેડૂતોને રાહત રૂપે અપાઇ છે.