NDPS એક્ટમાં વોન્ટેડ આરોપી સોયેબ શેખને નવસારી SOGએ સુરતમાંથી ઝડપી પાડ્યો.
NDPS એક્ટમાં વોન્ટેડ આરોપી સોયેબ શેખને નવસારી SOGએ સુરતમાંથી ઝડપી પાડ્યો.
Published on: 05th August, 2025

નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના NDPS એક્ટ હેઠળના ગુનામાં વોન્ટેડ આરોપીને SOG નવસારીએ સુરતમાંથી પકડ્યો. પોલીસ મહાનિરીક્ષકના આદેશથી આ કાર્યવાહી થઇ હતી. SOG નવસારીને બાતમી મળી કે આરોપી સોયેબ શેખ સુરતમાં છે. આ ગુનો નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ નોંધાયેલો હતો. આરોપીને નવસારી SOG કચેરી લાવી, કાયદેસરની કાર્યવાહી બાદ ટાઉન પોલીસને સોંપાયો.