45 વર્ષ બાદ લક્ઝરી બસ લૂંટનો આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો
45 વર્ષ બાદ લક્ઝરી બસ લૂંટનો આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો
Published on: 17th August, 2026

વડોદરા નજીક કરજણ હાઇવે પર 45 વર્ષ પહેલા લક્ઝરી બસમાં મુસાફરોને લૂંટનાર એક ફરાર આરોપીને ઉત્તરપ્રદેશમાંથી એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે. 1981માં રાજકોટથી મુંબઈ જતી બસના ડ્રાઇવરને બંદૂકની અણીએ રોકી, મુસાફરો પાસેથી રોકડ, ઘડિયાળ અને સોનાના દાગીના મળી કુલ રૂ.33 હજારની લૂંટ કરવામાં આવી હતી. આ કેસમાં અન્ય આરોપીઓ પકડાઈ ગયા હતા, પરંતુ હબીબ અહેમદ અબ્દુલ શકુર પઠાણ ફરાર હતો. તે ઉત્તરપ્રદેશમાં નામ બદલીને રહેતો હતો, જેની માહિતી મળતાં પોલીસે તેને તેના ઘરેથી ઝડપી રાજકોટ લાવવામાં આવ્યો.