રાજકોટના લોઠડાથી 60 કિલો ચોરાઉ કોપર સાથે આંતર જિલ્લા ગેંગ ઝડપાઈ
રાજકોટના લોઠડાથી 60 કિલો ચોરાઉ કોપર સાથે આંતર જિલ્લા ગેંગ ઝડપાઈ
Published on: 17th August, 2026

પોરબંદરથી 60 કિલો કોપર ચોરીને રાજકોટમાં વેચી રોકડી કરવાની યોજના ધરાવતી આંતર જિલ્લા ગેંગને આજીડેમ પોલીસે લોઠડા ગામ પાસેથી ઝડપી પાડી છે. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી કોપર વાયર, CNG રીક્ષા, પાના, કટર સહિત કુલ રૂ. 62 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓએ પોરબંદરથી ચોરી કર્યાની કબુલાત આપી છે. આ ગેંગના સભ્યો સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે.