5 વર્ષથી તળાવમાં જીવવા મજબૂર યુવક માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
5 વર્ષથી તળાવમાં જીવવા મજબૂર યુવક માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
Published on: 17th August, 2026

દુર્લભ બીમારીથી પીડાતા અને છેલ્લાં પાંચ વર્ષથી તળાવમાં રહેતા યુવક ઈકબાલની મદદે રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર અનંત અંબાણી આગળ આવ્યા છે. ઈકબાલ શરીરની અસહ્ય બળતરાથી રાહત મેળવવા તળાવના ઠંડા પાણીનો સહારો લેતો હતો. સોશિયલ મીડિયામાં તેની કરુણ વ્યથા વાયરલ થયા બાદ અનંત અંબાણીના નિર્દેશથી ઈકબાલને તાત્કાલિક એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ સ્થિત સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેની તપાસ અને સારવાર શરૂ કરવામાં આવી છે.