લખમીરામ પરમાર શંકાસ્પદ મોત: CID-CBI તપાસ અને કડક કલમો માટે દલિત સમાજની માંગ
લખમીરામ પરમાર શંકાસ્પદ મોત: CID-CBI તપાસ અને કડક કલમો માટે દલિત સમાજની માંગ
Published on: 17th August, 2026

વાવ-થરાદના મોરીખા ગામના લખમીરામ પરમારના શંકાસ્પદ મોત મામલે ન્યાય માટે દલિત સમાજ અને સામાજિક સંગઠનો મેદાનમાં આવ્યા છે. તેમણે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર સુપરત કર્યું છે. આરોપ છે કે પોલીસ કામગીરી અને હળવી કલમો ઉમેરી આરોપીઓને બચાવવાનો પ્રયાસ થયો છે. ઘટનામાં BNS કલમ 103 (હત્યા) ને બદલે કલમ 108 (આપઘાત માટે દુષ્પ્રેરણ) ઉમેરવામાં આવી, જેના કારણે રોષ ફેલાયો છે. CID-CBI તપાસ, રી-પોસ્ટમોર્ટમ, કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી અને આરોપીઓની ધરપકડ સહિતની મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે. ન્યાય ન મળ્યે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.