રાજકોટમાં આન-બાન-શાનથી લહેરાયો તિરંગો
રાજકોટમાં આન-બાન-શાનથી લહેરાયો તિરંગો
Published on: 17th August, 2026

રાજકોટ શહેરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી જયભાઈ બારોટના હસ્તે ધ્વજ લહેરાવાયો, ત્યારબાદ પરેડનું નિરીક્ષણ કરાયું. દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવના માહોલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. અનેક સંસ્થાઓ, શાળાઓ અને જાહેર સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમો અને દેશભક્તિના ગીતો ગાઈને આઝાદીનો ઉત્સવ મનાવાયો. દેશભક્તોના બલિદાન અને ત્યાગને યાદ કરી સૌએ રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ કર્યો.