Gujarat News: ગોધરામાં મુસ્લિમ પરિવારો દ્વારા રાસ ગરબાના દાંડિયાનું ઉત્પાદન, શહેરમાં લગભગ 500 જેટલા કારખાના ધમધમી રહ્યા છે.
Gujarat News: ગોધરામાં મુસ્લિમ પરિવારો દ્વારા રાસ ગરબાના દાંડિયાનું ઉત્પાદન, શહેરમાં લગભગ 500 જેટલા કારખાના ધમધમી રહ્યા છે.
Published on: 26th September, 2025

ગુજરાતમાં નવરાત્રિની ધૂમ મચી છે, ત્યારે ગોધરાના મુસ્લિમ પરિવારો રાસ ગરબા માટે દાંડિયા બનાવે છે. દેશભરમાં દાંડિયાના ઉત્પાદનમાં ગોધરા મોખરે છે. આ વ્યવસાય કોમી એખલાસનું ઉદાહરણ છે. ગોધરામાં 500 જેટલા કારખાના ધમધમી રહ્યા છે, જ્યાં નાતજાતના ભેદભાવ વગર ઉત્પાદન થાય છે. અહીંથી દેશ-વિદેશમાં દાંડિયાનું વેચાણ થાય છે. Traditional ગરબા ઘટતા રજવાડી દાંડિયામાં મંદી આવી છે.