જૂનાગઢના શેરિયાજ બારામાં તોફાની દરિયાએ 50 ફૂટનો કાંઠો ગળ્યો
જૂનાગઢના શેરિયાજ બારામાં તોફાની દરિયાએ 50 ફૂટનો કાંઠો ગળ્યો
Published on: 17th July, 2026

જૂનાગઢના માંગરોળ તાલુકાના શેરિયાજ બારા ગામમાં તોફાની દરિયાએ 40 થી 50 ફૂટ જેટલો કાંઠો ધોવાઈ નાખ્યો છે, જેના કારણે માછીમારો માટે તેમની બોટ સુરક્ષિત રીતે રાખવી મુશ્કેલ બની ગઈ છે. ગામના સરપંચ અને માછીમારો મુજબ, બંદર વિકાસ માટેની કરોડોની યોજનાઓ માત્ર કાગળ પર જ છે. દરિયાઈ ધોવાણથી તેમના ઘરો પર પણ જોખમ તોળાઈ રહ્યું છે, અને જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ઘરવિહોણા થવાનો ભય છે.