બંગાળમાં ભાજપનો 'સુરત પ્લાન': મમતાના ગઢમાં ગાબડું પાડવા 4 સ્પેશિયલ ટ્રેનથી 5000 મતદારોને મફતમાં કોલકાતા મોકલાશે.
બંગાળમાં ભાજપનો 'સુરત પ્લાન': મમતાના ગઢમાં ગાબડું પાડવા 4 સ્પેશિયલ ટ્રેનથી 5000 મતદારોને મફતમાં કોલકાતા મોકલાશે.
Published on: 02nd April, 2026

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને હરાવવા ભાજપે ગુજરાતના સુરતથી વ્યૂહરચના બનાવી છે. સુરતમાં વસતા બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે એ માટે 4 સ્પેશિયલ ટ્રેન દ્વારા 5000 મતદારોને કોલકાતા મફતમાં મોકલાશે. સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ વર્કર્સ 'ગેમ ચેન્જર' બનશે. ભાજપને આશા છે કે આ મતદારો ત્યાં જઈ ભાજપના પક્ષમાં માહોલ બનાવશે. 18 અને 24 એપ્રિલે ટ્રેન ઉપડશે, અને ભાજપ આ મુસાફરીનો ખર્ચ ઉઠાવશે.