જૂનાગઢ કમિશનરની બેઠક: હવે તમારા નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર બે મહિનામાં 64 ટેસ્ટ
જૂનાગઢ કમિશનરની બેઠક: હવે તમારા નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર બે મહિનામાં 64 ટેસ્ટ
Published on: 26th June, 2026

જૂનાગઢ મહાનગરપાલિકામાં કમિશનર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં આરોગ્ય કાર્યક્રમોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના તમામ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 64 પ્રકારના લેબ ટેસ્ટ અને એક્સ-રેની સુવિધા શરૂ કરવા તાકીદ કરવામાં આવી હતી. સગર્ભા માતાઓ, બાળ આરોગ્ય, ક્ષય નિયંત્રણ, વાહકજન્ય અને બિન-ચેપી રોગો સહિત વિવિધ આરોગ્ય કાર્યક્રમોની સમીક્ષા કરાઈ હતી. આગામી બે મહિનામાં શહેરના 8 આરોગ્ય કેન્દ્રોમાં મુખ્ય લેબ ટેસ્ટ મફતમાં ઉપલબ્ધ કરાવવાની તૈયારી હાથ ધરાઈ છે.