ખેડાના લીમખેડા તાલુકાના ઢઢેલા કલસ્ટરમાં યોજાયો પ્રવેશોત્સવ
ખેડાના લીમખેડા તાલુકાના ઢઢેલા કલસ્ટરમાં યોજાયો પ્રવેશોત્સવ
Published on: 26th June, 2026

લીમખેડા તાલુકાના સી.આર.સી. ઢઢેલા ખાતે યોજાયેલા પ્રવેશોત્સવમાં ઢઢેલા, કાચલાં ફ્. ઢઢેલા અને સાર્વજનિક હાઈસ્કૂલની શાળાઓમાં નવા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરાયું. મુખ્ય અધિકારી અમિતભાઇ સંગાડાની ઉપસ્થિતિમાં, બાળવાટિકા, ધોરણ-1 અને ધોરણ-9ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. શૈક્ષણિક કીટ વિતરણ કરાયું અને ધોરણ 3 થી 8માં પ્રથમ ક્રમાંક મેળવનાર તેમજ ઉત્કૃષ્ટ સિધ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. અધિકારીઓએ શૈક્ષણિક સુવિધાઓની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ આવવા પ્રોત્સાહિત કર્યા.